સુણો રે દેવર લખમણજી
શંકા કુશંકાના લાખ લાખ થઈને અસુર
મારા કલેજાનું લોહી પીતા પીતા;
સુણો રે દેવર લખમણજી!
એવી શેની તે ગોઝારી રાહ જોઈ તમે બેઠાં
મારો રામજી પુકારે સીતા સીતા
સુણો રે દેવર લખમણજી!
મારા ઉરમાં એ વેણ પેઠાં સોંસરાં
જાણે મૃત્યુનાં વણમાગ્યાં નોતરાં
મુને લાગે કપટી માયાજાળ
મારે જોઈએ ના સોનાની મૃગછાલ.
આજ ઊગતે પ્રભાતે થયા માઠાં રે શુકન
તેથી થઈ છું અધિક ભયભીતા
સુણો રે દેવર લખમણજી!
મહેલે વસી જેના કુમળા છે પાય
જીવનનાથ વને ભટકાય
એના સ્વજને છોડ્યો છે સંગાથ
હાયે! તડપી રહ્યા રઘુનાથ.
જ્યારે ભાઈને ભૂલીને એવા થયા છો નિઠુર
ત્યારે સળગાવો તમે મારી ચિતા
સુણો રે દેવર લખમણજી!
ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર
સ્વરઃ રાજુલ મહેતા
ક્લીક કરો અને સાંભળોઃ
|