[પાછળ]
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
 
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો ખુદા છે કે નહિ હાક મારી તો જો

પલાંઠી  લગાવીને  ના  બેસી રહે તું  મુઠ્ઠીઓ વાળીને  ભાગી તો જો
હશે  તો  ઊઠી  દોડવા   માંડશે   તું   પ્રારબ્ધને  લાત  મારી તો જો

ફીણ મોઢામાં આવી  જશે મોતનું  તું  ઈચ્છાઓ નાહક વધારી તો જો
ખબર તો પડે મોતીઓ છે કે નહિ  સમંદરમાં ડૂબકી  લગાવી તો જો

પયમ્બરની ટીકા તું કરજે  પછી પહેલાં એવું  જીવન  વિતાવી તો જો
છે મીઠાં કે ખારાં  સમજ તો પડે  જલન  ઝાંઝવાઓને ચાખી તો જો

સ્વરઃ આશિત દેસાઈ
રચનાઃ ‘જલન’ માતરી

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]