[પાછળ]
રાત માઝમ

રાત માઝમ હો રાત માઝમ
રાત માઝમ ઝમાઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત
ચાલી માઝમ રાત ચાલી માઝમ રાત

શામળી રે તારા ઝાંઝરનો ઝણકાર ઝણકાર ઝણકાર
ઝમા..ઝમ    ઝમા..ઝમ
ઝમાઝમ ચાલી માઝમ ચાલી માઝમ ચાલી માઝમ રાત

તારી કામળીમાં જોને  નવલખ તારલિયા ભાત ભરી
તારા ટમકે મલકે  હો હૈયાની છાની છાની વાત કરી
પ ધ ની સા રે મ ગ રે સા ગ રે સા ની ધ સા ની ધ

તેના હોઠે મધુરાં ગીત રે મધુરાં ગીત રે
ઝમાઝમ ઝમાઝમ   ચાલી માઝમ રાત
ચાલી માઝમ રાત   ચાલી માઝમ રાત

રંગ રંગીલી રાતડી  રંગ રંગીલી
પ્રેમની ઘેલી રાતડી  પ્રેમની ઘેલી

એના નયનોમાં, એના નયનોમાં શાનાં ઘેન રે
ઝમાઝમ ઝમાઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત
ચાલી માઝમ રાત ચાલી માઝમ રાત

તેણે અવની-આકાશને ચંદ્રના પ્રકાશમાં
ચાહીને છાઈ લીધાં, છાઈ લીધાં, છાઈ લીધાં
તેણે મૃદુલ મૃદુલ વાયુની લહેરીમાં પ્રીત ગીત ગાઈ દીધાં
તેના અંગે અંગ સંગીતની તાન રે, તાન રે, તાન રે...

ઝમા..ઝમ ઝમાઝમ ઝમા..ઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત
રાત માઝમ હો રાત માઝમ

સ્વરઃ માલિની મહેતા ગીત અને સંગીતઃ જગદીપ વિરાણી (રાગઃ કાલીંગડા તાલઃ હીંચ) ક્લીક કરો અને સાંભળોઃ
(ગીતના શબ્દો અને રાગ-તાલની માહિતી પૂરી પાડવા બદલ અમદાવાદના શ્રી ભાવેશ પટ્ટણીનો ઘણો જ આભાર.)

[પાછળ]     [ટોચ]