[પાછળ]
અજાણ્યા ઉતારે

અજાણ્યા  ઉતારે  ઉતરવા  કહો  ના
ગમતા  મુકામ  અમે  ખુદ  ઓળખીશું

સ્વાગતે ય કોઈ કુમકુમ રાખો ન હાથમાં
અમારા ઉતારા તો અમારા જ  હાથમાં

મળશે જ્યાં મળવા જેવું આવી જશું આભથી
માપો ના અમને નાના મોટા કોઈ માપથી

અધીરા  ઉતાવળા  અમને  કહો  ના
ઉરના  ઊંડાણ  અમે  ખુદ  ઓળખીશું

અજાણ્યા  ઉતારે  ઉતરવા  કહો  ના

સ્વરઃ જયશ્રી શિવરામ
ગીતઃ મહેશ શાહ
સંગીતઃ નવીન શાહ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]