[પાછળ]
નેણ ક્યારે મળે

નેણ ક્યારે મળે હું ના જાણું,  પ્રીત ક્યારે ફળે હું ના જાણું
જાણું હું એટલું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા
ચિત્ત ક્યારે ચળે હું ના જાણું, રૂપ ક્યારે છળે હું ના જાણું
જાણું હું એટલું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા

જુગ જુગનું બંધન ભવોભવનો સંગ
લીલી લીલી મહેંદી ને રાતો રાતો રંગ
તોયે રહે તરસ્યા આ મનડાના મીત
કાચી કાચી દોરી ને પાકી પાકી પ્રીત

નેણ ક્યારે મળે હું ના જાણું,  પ્રીત ક્યારે ફળે હું ના જાણું
જાણું હું એટલું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા

અજાણી  આ વાટે હૃદયનું મિલન
મીઠી મીઠી નજરો ને ઘેલું ઘેલું મન
હૈયે  અજંપો  ને  કંપે  બદન
લાંબી લાંબી રાતો ને ટૂંકા ટૂંકા દન

ઉર ક્યારે ભળે હું ના જાણું, રૂપ ક્યારે ચળે હું ના જાણું
જાણું હું એટલું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા
જાણું હું એટલું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા

સ્વરઃ મહમદ રફી અને અનુરાધા પૌડવાલ
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ સુરેશકુમાર
ચિત્રપટઃ રાજપુતાણી (૧૯૭૯)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]