તારા લાલ ગાલ પર તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ ભૂલમાં પડ્યું જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું સમજી બેઠું લાલ અધરને ગુલાબ કેરું ફૂલ આંખડીને ફૂલપાંખડી સમજી કરી બેઠું એ ભૂલ તારા રૂપની મહેકે મહેકંતુ એક ફૂલડું એને જડ્યું જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ ભૂલમાં પડ્યું જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું આ સૂરજ સુખડનો ટુકડો ઓળખીયો આકાશ તુ ચંદન જેવો રૂપાળો યદુનંદન રાધા પાસ વ્હાલા તારા મોરમુકુટનું પીંછું ગાલે અડ્યું અમથું તું સમજી બેઠો કે ઝાકળ ગાલે પડ્યું તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ ભૂલમાં પડ્યું જા જા જા મારા વ્હાલા તારું ચિત્ત ચકડોળે ચડ્યું સ્વરઃ મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ રેતીના રતન (૧૯૮૨) ક્લીક કરો અને સાંભળોઃ
|