[પાછળ]
સરસ્વતી પૂજન

દેવી શારદા સરસ્વતીના પૂજનિયે જઈએ, જઈએ, જઈએ મયુરવાહિની મૈયા કેરા મંદિરિયે જઈએ, જઈએ, જઈએ કાલિદાસને કામણ કીધાં ભોજ, બાણને દર્શન દીધાં બ્રહ્મચારિણી ભગવતી કેરાં ચરણોમાં નમીએ, નમીએ, નમીએ વાદ્ય વીણાનો સૂર સનાતન જ્ઞાન કળાનું મયુર સિંહાસન જ્ઞાનેશ્વરી એ જ્ઞાનદાયીના આશ્રમમાં રમીએ, રમીએ, રમીએ પરમબ્રહ્મ એ બ્રહ્મનંદિની સકળ વિશ્વની આદ્યવંદિની ભક્તિગાન નૈવેદ્ય દેવીનાં ચરણોમાં ધરીએ, ધરીએ, ધરીએ સ્વરઃ જ્યોત્સના મહેતા અને સાથીદારો ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ
[પાછળ]     [ટોચ]