[પાછળ]
કેસુડાની કળીએ બેસી

કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય રૂડો ફાગણીયો લહેરાય ઉમંગ જાગે કાંઈક નવેલાં મનડું ઝોલાં ખાય કે મારું મનડું ઝોલાં ખાય ઋતુ આવી છે ફાગણ કેરી ફૂલે રંગ છંટાય એમાં મનડાં કાં ભરમાય આંબાડાળે કોયલ બેઠી ગાતી પંચમસૂર મનડું ડોલે થઈ ચકચુર આંબે આવ્યાં મોર રસાળાં કોયલ ગીતડાં ગાય એમાં મન શાનું ભરમાય દિલડાંની કંઈ છબી રૂપાળી દીઠી તમારે નૈન બોલો શાને આવાં વેણ બોલો શાને આવાં વેણ એ વેણનાં મરમ જુદેરાં સમજ્યા ના સમજાય કે તમથી દિલડું ના બંધાય કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય રૂડો ફાગણીયો લહેરાય

સ્વરઃ મીના કપૂર અને અજિત મરચંટ ગીતઃ ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’ સંગીતઃ અજિત મરચંટ ચિત્રપટઃ કરિયાવર (૧૯૪૮) આ ગીતના સાચા પાઠ માટે શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર ક્લીક કરો અને સાંભળોઃ (નોંધઃ આ વેબપૃષ્ઠના બેકગ્રાઉન્ડમાં જે ફૂલ નજરે પડે છે તે કેસુડાના ફૂલ છે. ખાખરાના ઝાડ પર થતાં આ ફૂલને પલાશ પુષ્પના નામે પણ ઓળખવામાં આવે છે.)
[પાછળ]     [ટોચ]