[પાછળ]
મળ્યો મને મારગની અધવચ

મળ્યો મને મારગની અધવચ શ્રાવણ ઝરમરિયો
નીરવ  મારે  કાનન   ભીનો  મર્મર   ફરફરિયો

પગલે પગલે દઈ  નિમંત્રણ  ઇંગિત મને નવાજે
કોઈ લઈને સળી અમિયલ  દૂરથી સુરમો આંજે
હોઠ ભીના લે જાણી : કોણે ઉરઆસવ ધરિયો?

લહર  અડપલું  કરી ગઈ  ને ફોરાં  લીમડે વેર્યાં
ભરબપોરે   અંધારાં  મીઠાં  આસપાસથી  હેર્યાં
કળું કળું : રુદિયો મુજ કોણે  લીલોછમ કરિયો?

ગીતઃ હસિત બૂચ
સ્વરઃ દિશાની મહેતા અને શ્રદ્ધા શાહ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]