[પાછળ]
જેને દીઠે નેણલાં ઠરે

[આ પ્રાચીન ભજન જુદા જુદા શબ્દો સાથે ગવાતું રહ્યું છે.]

જેને દીઠે નેણલાં ઠરે બાયું! અમને એડા એડા સંત મળે

ઉદરમાંથી એક બુંદ પડે ને ભગત નામ ધરે         
નરક છોડાવીને ન્યારા રે’વે,   અમર લોકને વરે… બાયું.

ચાલતા નર ધરતી ન દુવે, પાપ થકી બહુ ડરે        
શબ્દ વિવેકી ને ચાલે સુલક્ષણા પૂછીપૂછીને પાઉં ધરે….બાયું.

ત્રિગુણ પૂતળી રમે સૂનમાં અનઘડ ઘાટ જ ઘડે        
ગુરુજીના શબ્દો એવાં કે ભાઈ ખોજે તેને ખબરું પડે…. બાયું.

કાયાવાડીનો એક ભમરલો સંધ્યાએ ઓથ ધરે        
આ રે સંસારમાં સંત સુહાગી બેઠાં બેઠાં ભજન કરે…. બાયું.

વર્ષાઋતુનો એક હિમ-પોપટો, નીર ભેળાં નીર ભળે      
લખમાના સ્વામીની સંગે રમતાં સ્વાતિનાં બિંદુ ઠરે…. બાયું.

સ્વરઃ હેમુ ગઢવી
રચનાઃ લખમો માળી

ક્લીક કરો અને સાંભળોઃ

(નોંધઃ આ વેબપૃષ્ઠના બેકગ્રાઉન્ડમાં જે જોગી નજરે
પડે છે તેને ઓળખો છો? ક્યાંથી ઓળખો? એ છબી ગામ ટંકારાના
 અને ગુજરાતે જેને "ઘરકા જોગી જોગટા" સમાન માની અવગણ્યા છે
 તે ઋષિ સ્વામી દયાનંદ સરસ્વતીની છે.)
 
[પાછળ]     [ટોચ]