[પાછળ]
પગલું પગલાંમાં અટવાણું

તનનાં પગલાં તો ધરતી પર પાડે એની છાપ
તનનાં પગલાં તો ધરતી પર પાડે એની છાપ
મનનાં પગલાંની માયાનું મનડું જાણે પાપ

ભટકતા ભવમાં રણ ભરવાણું
કે મનખો રમતો ચલકચલાણું કે મનખો રમતો ચલકચલાણું

સાત સાત સાચાં પગલાંનું ખોટું પગલું એક
સાત સાત સાચાં પગલાંનું ખોટું પગલું એક
સાત સાત આ જન્મારાની અધવચ્ચ તૂટી ટેક

ઉકલશે ક્યાંથી હવે ઉખાણું
કે મનખો રમતો ચલકચલાણું કે મનખો રમતો ચલકચલાણું

પગલું  પગલાંમાં  અટવાણું
કે મનખો રમતો ચલકચલાણું કે મનખો રમતો ચલકચલાણું

સ્વરઃ હંસા દવે
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ કંકુ (૧૯૬૯)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]