[પાછળ]
સમી સાંજ ઢળતી

સમી સાંજ  ઢળતી  ગુલાબી ગુલાબી
અંતરની આશા ફળતી ગુલાબી ગુલાબી

રંગીલી રૈન છે દિલને આજે ચૈન છે
આંખે આંખે છલકે મસ્તી ઘેરું ઘેરું ઘેન છે

અચાનક ઋતુ આજ થઈ ગઈ શરાબી
સમી સાંજ  ઢળતી  ગુલાબી ગુલાબી

ગુલાબી ગુલાબી   ગુલાબી ગુલાબી
સમી સાંજ  ઢળતી  ગુલાબી ગુલાબી

ડાબી જમણી આંખ નચવતી તું રંગીલી રમણી 
તારાઓનું પહેરી પટોળું સંધ્યા ઢળતી નમણી

ઊગે ચાંદ સુદનો  વીતી ગઈ ખરાબી
સમી સાંજ  ઢળતી  ગુલાબી ગુલાબી

ગુલાબી ગુલાબી   ગુલાબી ગુલાબી
સમી સાંજ  ઢળતી  ગુલાબી ગુલાબી

સ્વરઃ મહેન્દ્ર કપૂર અને દિલરાજ કૌર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ અભણલક્ષ્મી (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]