આ હતાશા ખરાબ છે
સંગીતમાં છું મસ્ત સુરામાં તર છું
માનું છું ગુનાહોનું સળગતું ઘર છું
પણ તુજથી દરજ્જામાં વધુ છું ઝાહિદ
દુનિયાથી તું પર છે તો હું તુજથી પર છું
બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે
લાગે મને કે જગમાં બધા કામયાબ છે
એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે
કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે
બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે
શું મસ્ત થઈને સૂએ છે બધા વાહ રે મરીઝ
માટી અને કફનમાં ગજબની શરાબ છે
સ્વરઃ સોલી કાપડિયા
રચનાઃ મરીઝ
ક્લીક કરો અને સાંભળોઃ
|