[પાછળ]
અંતર મમ વિકસિત કરો

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે- નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે, મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ, સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ. ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે, નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે. *** *** *** *** *** અંતર મમ વિકસિત કરો મારા અંતરયામી હે! મન મારું નિર્મળ કરો, ઉજળું કરો સુંદર સુરૂપ બનાવો રે જગાડો એને થનગનાવો ડર મારો સર્વ ભગાવો રે ભલાઈથી ભરી કામે લગાડો શંકા બધી મુજ હટાવો રે સચરાચર સાથે સમરસ કરો બંધન મારાં ફગાવો રે મુજ કર્મ સકળને પાઓ તમારી પ્રશાંતિનું પાણી રે ચિત્ત મારું સ્થિર કરો તવ ચરણ કમળે રે આનંદ આનંદ આનંદની હેલીએ હૃદય હરખાવો રે રચનાઃ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર સ્વરઃ ફાલ્ગુની દલાલ સંગીતઃ કૌમુદી મુનશી અને સૂર્યકાન્ત પંયોલી ક્લીક કરો અને સાંભળોઃ

Would you like to know further about Falguni Dalal, a former child artist and a disciple of Kaumudi Munshi, who is now a Vocalist, Composer and a Powerhouse of Talent called 'Falu'? Please read her recent interview: Falu talks to Arthur Pais in New York

[પાછળ]     [ટોચ]