મધરાતે બોલે મોર
મધરાતે બોલે મોર
ઝબકી નિંદરથી જાગી ત્યાં જોયો નંદ કિશોર!
પનઘટ વાટે જાઉં બાવરી
છૂપી છૂપી કાનો મારે કાંકરી
મોર છૂપાવી મુરલીમોહન પજવે ચિત્તનો ચોર...
મધરાતે બોલે મોર
ગ્વાલન થઈ ગોકુળની ગલીમાં મહી વેચવા હાલી
નટખટ મારો રોકી મારગ દેતો મુજને ગાલી
લાજ ન રાખે લેશે ઉરમાં મારા મનનો મોર...
મધરાતે બોલે મોર
છૂપી છૂપીને છેલછબીલો મળવા મુજને આવે
જમના તટ પર નટવર નટખટ રાસે રંગ મચાવે
મનની વાત રહી ગઈ મનમાં પ્રગટ્યો ત્યાં તો ભોર...
મધરાતે બોલે મોર
મધરાતે બોલે મોર
ઝબકી નિંદરથી જાગી ત્યાં જોયો નંદ કિશોર!
સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ જોગીદાસ ખુમાણ (૧૯૬૨)
ક્લીક કરો અને સાંભળોઃ
|