[પાછળ]
તું મને ગમે...

હું તને ગમું કે ના ગમું, તું મને ગમે ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે પૂર્વમાં ઊગી, દિનભર ઝગી, એની એ દિશામાં કાં સૂરજ આથમે? એ કહો તમે! હું તને ગમું કે ના ગમું, તું મને ગમે ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે દિનરાત મેઘ કેરી વાટ જોતું ચાતક! કેમ રે બન્યું ઓલી વર્ષાનું યાચક? પ્યાસ એની કેમ એક દિનમાં શમે? તું મને ગમે! હું તને ગમું કે ના ગમું, તું મને ગમે ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે મન પૂછે આંખને તરસ લાગી છે? તો આંખ કહે થોભ જરા હાથ બાકી છે આજના આ હું ને કાલના અમે! તું મને ગમે! હું તને ગમું કે ના ગમું, તું મને ગમે ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે હું તને ગમું કે ના ગમું, તું મને ગમે ફૂલને ગમે કે ના ગમે, ભ્રમર તો ત્યાં ભમે

સ્વરઃ મુકેશ અને આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ જમાઈરાજ (૧૯૬૫) ક્લીક કરો અને સાંભળોઃ ગીતના શબ્દો માટે મુખ્ય આધાર શ્રી હરીશ રઘુવંશી સંપાદિત અનોખો ગ્રંથ ‘મુકેશ ગીત કોશ’ (૧૯૮૫)
[પાછળ]     [ટોચ]