[પાછળ]
તારા દુઃખને ખંખેરી નાખ

તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક. સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ. માટીનાં રમકડાં ઘડનારાએ એવા ઘડ્યાં, ઓછું પડે એને કાંકનું કાંક, જીવતરનું ગાડું હાંક. સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. તારું ધાર્યું કાંઈ ન થાતું, હરિ કરે સો હોય, ચકલા ચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોઈ. ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, કોનો એમાં વાંક? જીવતરનું ગાડું હાંક. સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. પ્હેરણ ફાટ્યું હોય તો તાણો લઈને તૂણીએ પણ કાળજ ફાટ્યું હોય તો કોઈ કાળે સંધાય ના. સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ. કેડી કાંટાળી, વાટ અટપટી, દૂર છે તારો મુકામ. મન મૂકીને સોંપી દે તું હરિને હાથ લગામ. ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે અમથી ના ભીની કર તું આંખ, જીવતરનું ગાડું હાંક. સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ.

સ્વરઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ શેતલને કાંઠે (૧૯૭૫) ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]