[પાછળ]
જરા જોતાં જાઓને ગોરી

જરા જોતાં જાઓને ગોરી પાછા વળી જરા જોતાં જાઓને ગોરી પાછા વળી
તારો લહેરાતો છેડલો જાય રે લળી જરા જોતાં જાઓને ગોરી પાછા વળી

ઘેરાયો મેઘો  ને લહેરાતી  વીજળી હૈયામાં  રંગભરી  પ્રીતિની  વાદળી
તારા ઢોળાતાં વ્હાલ જાય એળે ઢળી જરા જોતાં જાઓને ગોરી પાછા વળી

વારે વારે  આ ગાય વંકાતી વાટડી ભૂલી  ભમે મારી  ઘેરાતી  આંખડી
ભલે જાજો જરીક જાય આંખો મળી જરા જોતાં જાઓને ગોરી પાછા વળી

ઊભા રો અલબેલી જોવામાં જાય શું? જોવામાં એને વળી હૈયું ખોવાય શું?
ભલે જાય ઘડી વાટડીએ ચિત્તડું ચળી જરા જોતાં જાઓને ગોરી પાછા વળી

તારો લહેરાતો છેડલો જાય રે લળી જરા જોતાં જાઓને ગોરી પાછા વળી
જરા જોતાં જાઓને ગોરી પાછા વળી જરા જોતાં જાઓને ગોરી પાછા વળી

સ્વરઃ દિલીપ ધોળકીયા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]