[પાછળ]
હું તો ગઈ'તી કુવાને કાંઠડે

હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી
બેડું મારું છલકાણું, બેડું મારું છલકાણું, બેડું મારું છલકાણું

જેવું મુખડું એનું મલકાણું
હૈડું મારું નંદવાણું , હૈડું મારું નંદવાણું , બેડું મારું છલકાણું

હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી
બેડું મારું છલકાણું

અંતરિયામાં ઊંડે ઊંડે લાગી મીઠી લાય
અંતરિયામાં ઊંડે ઊંડે લાગી મીઠી લાય
કાળજડાંમાં હાયે મુને ધબક ધબક થાય
તો યે મનડું  મારું, તો યે મનડું  મારું લલચાણું,  લલચાણું
હૈડું મારું નંદવાણું , હૈડું મારું નંદવાણું, બેડું મારું છલકાણું

હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી
બેડું મારું છલકાણું

આંખે આંખેએ કરી લીધી છાની છાની વાતડી
આંખે આંખેએ કરી લીધી છાની છાની વાતડી
ફરકી ગઈ મુને મારી ડાબી રે આંખડી
છાનું  સપનું,   છાનું  સપનું   પળમાં  સરજાણું,  સરજાણું
હૈડું મારું નંદવાણું , હૈડું મારું નંદવાણું , બેડું મારું છલકાણું

હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી
બેડું મારું છલકાણું
 
સ્વરઃ ઉષા મંગેશકર
ગીતઃ કેશવ રાઠોડ
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ સતનાં પારખાં (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]