[પાછળ]
આવે ને જાય

આવે  ને  જાય  મારાં  શમણાં વેરાય  હું  તો  મદમાતી  પનઘટની  રાણી
ઘૂઘવતે  ઘાટ  માંડ્યા  આશાના  પાટ   તારી  પ્રીતિની  રીતિ  ના  જાણી

સરખી સહિયર અહીં આવીને સંચરી મનડાની લહેરે કંઈ મતવાલી મંજરી
મળવા  રસરાજ  મૂકી  લાખેણી લાજ   હું  તો  હૈયાના  હાટમાં  લૂંટાણી

એકાકી  કોડભર્યું  કાંપે  છે  આયખું  આજે  કાં  તું  કરે  પ્રીતિનું  પારખું
ભવભવના વ્હાલ  મારા ગરવા ગોપાળ મારા તરસ્યા  આ ધણને દે પાણી

સ્વરઃ મીના કપૂર
ગીતઃ નંદકુમાર પાઠક
સંગીતઃ અજિત મરચંટ
ચિત્રપટઃ કરિયાવર (૧૯૪૮)

ક્લીક કરો અને સાંભળોઃ

આ ગીતની ઓડિયો કલીપ માટે
શ્રી હાર્દિક ભટ્ટનો અને ગીતના શબ્દો માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
[પાછળ]     [ટોચ]