[પાછળ]
હું જો વતનનો થાઉં તો

હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું

મારું અગર જો રાજ હો તો મુક્ત બંદીજન કરું
કુરીતિઓનું  બંધ  મારા  દેશથી   ચલણ   કરું
લોહી પીતા  સટ્ટાનું  હું   બંધ  સૌ  વલણ  કરું
પ્રેમગંગા    ઠાલવીને   દૂર   સહુ   જલન  કરું
પ્યારી  માતા  ભારતીનું  સ્વર્ગમય  જીવન  કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું

મનવાસનાઓ  મારી   જીવન   સુખી   બનાવું
આશા  નવી   જગાવું    ઉર્મિ    નવી  જગાવું
કામ   ક્રોધ   લોભને     જડમૂળથી     મીટાઉં
વિરાન   વતન  મારું   ફરીથી    ચમન  બનાવું
કુરબાન દેશસેવામાં  હું  મારું  આ  જીવન  કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું

ઊંચ  નીચ  ધનિક  ને  ગરીબ  એક  સૌ  કરું
ઘર ઘર  સમાન  પ્રેમનું  હું  પ્રેમથી  કથન  કરું
દુઃખીજનોનાં દુઃખ હરું   સેવામાં  પ્રાણ  પાથરું
અધર્મ   ને   અનીતિ   સામે  ધર્મયુદ્ધ   આદરું
મુક્તિ  માર્ગ  શોધવાને   હું   સદા  યતન  કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું

આજ  માતા ભારતી  નિરાશ  થઈ  રુદન  કરે
કોણ  વીર  આજ   મારા   દુઃખનું  હરણ  કરે
અન્ન   વીણ    અન્નપૂર્ણાનાં    બાલ   તરફડે
તે દેખી  મારા  દિલમાં  પ્રચંડ  આગ  ભડભડે
શક્તિ મુજને  દે  ઓ માત  ચરણમાં નમન કરું
વિશ્વ  પ્રેમ  ખોજમાં   એ   મંત્રનું   મનન  કરું

હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું
હું જો વતનનો થાઉં તો દુનિયાને મુજ વતન કરું

સ્વરઃ મુકેશ
ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા

ક્લીક કરો અને સાંભળોઃ

ગીતના શબ્દો માટે મુખ્ય આધાર
શ્રી હરીશ રઘુવંશી સંપાદિત
અનોખો ગ્રંથ ‘મુકેશ ગીત કોશ’ (૧૯૮૫)
[પાછળ]     [ટોચ]