[પાછળ]
ઝૂમી રહી ડાલી ડાલી

ઝૂમી રહી ડાલી ડાલી આજ ઋતુ નિરાલી મતવાલી હો મતવાલી વાયુની વેણુ વાગે મારા અંગે નર્તન જાગે યૌવન થનગાટે નવીન વાટે દિલ ધડકંતુ લાગે દશ દિશા શોભી રહી મસ્ત આલી આજ ઋતુ નિરાલી મતવાલી હો મતવાલી ઓ ગાયે જા ગાયે જા તું ગીત પ્રીતનું હું પણ સાથ પુરાવું તારા મધુરા સુર મહીં હું રાગ મેળવી ગાઉં મૃદુ હસી રહી આંખો કાલી આજ ઋતુ નિરાલી મતવાલી હો મતવાલી જીવનનો ઝૂલો ઝૂલી રહ્યો અવની આકાશને આંબી રહ્યો મારા આ એકલ જીવન મહીં કોઈ નવીન રાગ તેં લાવી ભર્યો મારા અંગ અંગ દેતાં તાલી આજ ઋતુ નિરાલી મતવાલી હો મતવાલી ઝૂમી રહી ડાલી ડાલી આજ ઋતુ નિરાલી મતવાલી હો મતવાલી

સ્વરઃ ગીતા રોય અને મુકેશ ગીત-સંગીતઃ જગદીપ વિરાણી ચિત્રપટઃ નસીબદાર (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ ગીતના શબ્દો માટે મુખ્ય આધાર શ્રી હરીશ રઘુવંશી સંપાદિત અનોખો ગ્રંથ ‘મુકેશ ગીત કોશ’ (૧૯૮૫)
[પાછળ]     [ટોચ]