[પાછળ]
આજ મારી નણદીએ મેણું માર્યું

આજ મારી નણદીએ મેણું માર્યું આજ મારી નણદીએ મેણું માર્યું ભાઈ ખોવાઈ ગયો ભાભીના આવતાં બોલ્યાં...બોલ્યાં નણંદબા નૈનો નચાવતાં ઘરમાં બધું થાય મારી ભાભી ધાર્યું એવું મારી નણદીએ મેણું માર્યું આજ મારી નણદીએ મેણું માર્યું આજ મારી નણદીએ મેણું માર્યું સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું વહાલભર્યું બહેન કેરું સગપણ હાર્યું એવું મારી નણદીએ મેણું માર્યું આજ મારી નણદીએ મેણું માર્યું આજ મારી નણદીએ મેણું માર્યું દિનરાત રંગમાં ભાભીની સંગ રમે વહુઘેલો વીરો મારો ભાભીને ચરણ નમે લાખેણી લાજ મૂકી કાજ વિસાર્યું એવું મારી નણદીએ મેણું માર્યું આજ મારી નણદીએ મેણું માર્યું આજ મારી નણદીએ મેણું માર્યું

સ્વરઃ ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ગુણસુંદરી (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ

ગુણસુંદરી ચિત્રપટ ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ બનાવાયું હતું. હિન્દી આવૃત્તિમાં સંગીત બુલો સી. રાનીનું હતું જ્યારે ગીત પંડિત ઈન્દ્રના હતા. માણો આ શુદ્ધ ગુજરાતી ગીતના હિન્દી વર્ઝનનો એક અંશ ગીતા રોયના જ સ્વરમાં. રસપ્રદ વાત એ છે કે માત્ર ૧૮ વર્ષની વયના ગીતા રોયને ૧૯૪૮ની સાલમાં ન તો ગુજરાતી આવડતું હતું કે ન તો હિન્દી. આ બન્ને ગીત તેમને બંગાળી લિપિમાં લખીને આપવામાં આવ્યા હતા અને તેમણે તે બન્ને સફળતાપૂર્વક ગાયા હતા.

[પાછળ]     [ટોચ]