રમઝમ રમઝમ નેપુર વાજે
રમઝમ રમઝમ નેપુર વાજે તાળી ને વળી તાલ રે
નાચંતા શામળીયો શ્યામા વાધ્યો રંગ રસાળ રે
ઝાલ ઝબૂકે રાખલડી રે મોર મુગટ શિર સોહે રે
થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા મરકલડે મન મોહે રે
કોટિ કલા તહાં પ્રગટ્યો શશિયર જાણે દિનકર ઊગ્યો રે
ભણે નરસૈંયો મહારસ ઝીલે માની ને મહાબળિયો રે
સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય
રચનાઃ નરસિંહ મહેતા
(આલ્બમઃ નરસિંહ મહેતાના ઉત્તમ પદો - ૨)
ક્લીક કરો અને સાંભળોઃ
|