હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી સંતસમાગમ નિશદિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી આપણે સાંભળીએ શુદ્ધ બોલી સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રેમની પ્રગટે હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી સત્ય શમશેર લઈ મારજો રે પાંચ પચીશની ટોળી શુદ્ધ શબદો સંતોના ભાઈ પીજો ઘોળી ઘોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી ગુરુ કરી ગુરુચરણમાં રે'જો લેજો શબદોને તોળી દાસ સત્તાર કહે ગુરુપ્રતાપે વાગે જ્ઞાનની ગોળી જીવને વાગે જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી સ્વરઃ નારાયણ સ્વામી રચનાઃ દાસ સત્તાર ક્લીક કરો અને સાંભળોઃ
|