[પાછળ]
જા રે ઝંડા જા

જા રે ઝંડા જા, ઊંચે ગગન, થઈને મગન લહેરા … જા … જા રે ઝંડા જા …. મૂક્યાં જેણે માથા એની યશોગાથા ફરકી ફરકી ગા … જા … જા રે ઝંડા જા …. શહીદ થઈને તારે ચરણે સૂતાં લાડકવાયા સ્વાધીનતાના તાણે વાણે એનાં રંગ છવાયા મુક્ત થઈ છે તો મુક્ત જ રહેશે, તારે કારણ મા … મા … જા રે ઝંડા જા … પ્રાણ લીધા વિના પ્રાણ બિછાવ્યાં અહિંસાને હથિયારે સત્ય ને શાંતિથી ક્રાંતિને સાધી તોપ નહિ તલવારે આભને બૂરજ એક જ સૂરજ તું બીજો સૂરજ થા … જા રે ઝંડા જા …

સ્વરઃ મુકેશ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ ગીતના શબ્દો માટે મુખ્ય આધાર શ્રી હરીશ રઘુવંશી સંપાદિત અનોખો ગ્રંથ ‘મુકેશ ગીત કોશ’ (૧૯૮૫)
[પાછળ]     [ટોચ]