[પાછળ]
હે શંકરા, કરું વંદના

હે   ચન્દ્રચૂડ   મદનાન્તક   શૂલપાણિ
સ્થાણો ગિરીશ ગિરીજેશ મહેશ શંભો
ભૂતેશ    ભીતભયસૂદન     મામનાથં
સંસાર  દુઃખ  ગહનાત્  જગદીશ રક્ષઃ

હે શંકરા કરું વંદના
આવી તારે શરણે કરવા આરાધના

જટા ગંગ છે ભસ્મ અંગ છે
જોગી જટાધર  જેવો રંગ છે
હાથ ત્રિશુળ ને ત્રિલોચન છે
હે ભૂતગણા
હે શંકરા કરું વંદના

આપ પિતા પ્રભુ પરમેશ્વર છો હું છું પુત્રી તારી
આવી તારે દ્વાર વિભુવર વિનંતી સુણજો  મારી
રુદ્ર    મહાદેવ    સ્વયંભુ    જ્ઞાની   ચિતઘના
હે શંકરા કરું વંદના

જટા કટા હસંભ્રમ ભ્રમન્નિલિંપનિર્ઝરી
વિલોલ વીચિવલ્લરી વિરાજમાનમૂર્ધનિ
ધગદ્ધગદ્ધ  ગજ્જ્વલલ્લલાટ  પટ્ટપાવકે
કિશોરચંદ્રશેખરે  રતિઃ  પ્રતિક્ષણં  મમ

સ્વરઃ અલકા યાજ્ઞિક
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નાગપાંચમ (૧૯૮૧)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]