[પાછળ]
રે! નયણાં મત વરસો!

રે નયણાં!  મત વરસો, મત વરસો!
રે નયણાં!  વરસીને   શું   કરશો?
રે નયણાં!  મત વરસો, મત વરસો!
 
આનંદી  અશ્રુ  નહિ  ઝીલે  ગરજુ  જગત અદેખું:
તો  દર્દીલાં   ખારાં  જળનું  ક્યાંથી  થાશે  લેખું?
રે નયણાં!  મત વરસો, મત વરસો!                
 
મીઠાં જળની તરસી દુનિયા ખારાં છો  ક્યાં ખરશો
દુનિયાદારીના  દરિયામાં   અમથાં   ડૂબી   મરશો.
રે નયણાં!  મત વરસો, મત વરસો!                
 
કોઈ નથી એ જળનું પ્યાસી ક્યાં જઈને કરગરશો?
રે નયણાં! મત વરસો, મત વરસો!                 

સ્વરઃ કૃષ્ણા કલૈ 
રચનાઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ અજિત મરચંટ
ચિત્રપટઃ બહુરૂપી (૧૯૬૯)

ક્લીક કરો અને સાંભળોઃ

(મૂળ ચિત્રપટનું ગીત આપવા બદલ જાણીતા ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ખૂબ ખૂબ આભાર.)
અને સાંભળો આ ગીતની સુંદર પુનઃ રજૂઆત ઐશ્વર્યા મઝૂમદારના કંઠે
[પાછળ]     [ટોચ]