તમારા વગર તમારા વગર એ કુંવારી જ રહેશે તમારી કબર તો તમારી જ રહેશે તમે ઘર કે શેરી બદલશો પરંતુ ભીંતોની વફા એકધારી જ રહેશે ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી કે ખારી જમીનો તો ખારી જ રહેશે પગેરું હયાતીનું જોયું છે કોણે કે એ તો ફરારી ફરારી જ રહેશે સ્વરઃ પંકજ ઉધાસ ગઝલઃ રમેશ પારેખ સંગીતઃ શ્યામલ-સૌમીલ ક્લીક કરો અને સાંભળોઃ
|