નેણ પરોવી જરા નીરખી લે ઓ નાવલિયા રે નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે ઓ રૂપરસીલી નેણ પરોવું ત્યાં તો ઘેન ચડે મારે અંતરિયે ઓ નાવલિયા... આવડી શી ઘેલી તારી આંખમાં સાગર નેહનો સમાય આવડી શી ઘેલી તારી આંખમાં રૂપલી પૂનમને દેખી પાસમાં છોળે છોળે એ છલકાય રૂપલી પૂનમને દેખી પાસમાં સરતી ગઈ સાગરે એ પૂનમ ઓ રૂપરસીલી નેણ પરોવું ત્યાં તો ઘેન ચડે મારે અંતરિયે ઓ નાવલિયા... ઝૂલતું જોબનિયું ઝૂમે બેઉનું આમન સામન ઝોલા ખાયે હેતને હિલોળે તારી સંગમાં જો ને આયખું લહેરાયે લહેરે ભીનું આ જીવન એ જીવન ઓ નાવલિયા રે નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે ઓ રૂપરસીલી... ઓ નાવલિયા રે... સ્વરઃ લતા મંગેશકર અને મહમદ રફી ગીતઃ ભાસ્કર વોરા સંગીતઃ દિલીપ ધોળકીયા ચિત્રપટઃ સત્યવાન સાવિત્રી (૧૯૬૩) ક્લીક કરો અને સાંભળોઃ
|