વેરણ વાંસળી વાગી
વેરણ વાંસળી વાગી, વેરણ વાંસળી વાગી
ઓ રે કાન ઓ કાળીયા કાન
તારા અવળા સવળા નામ
કિયા નામે તને રીઝવિયે
તારા કામણગારા કામ
વેરણ વાંસળી વાગી, વેરણ વાંસળી વાગી
કાજળકાળો તારો વાન એનો એ રે'
તોયે સોહે નવા શણગાર
ગોરી ગોરી ઓલી ગોપલીયું
દેખું છાના કરે અણસાર
તને ગોવિંદ કે' મનમોહન કે' તું ગાયોનો ગોવાળ
કિયા નામે તને રીઝવિયે તારા કામણગારા કામ
વેરણ વાંસળી વાગી, વેરણ વાંસળી વાગી
વા'લા તારી કેડે કંદોરો વળગ્યો
છે માથે મુગટ મોરપીંછ
રાધાજીની માથે એ મોડ એવો
ગૂંથાણો અટકે મુગટ મોરપીંછ
તને ગિરધર કે' મુરલીધર કે' તું નટવર નાગર લાલ
કિયા નામે તને રીઝવિયે તારા કામણગારા કામ
વેરણ વાંસળી વાગી, વેરણ વાંસળી વાગી
સ્વરઃ વાણી જયરામ
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ નરેશ
ચિત્રપટઃ સતી જસમા ઓડણ (૧૯૭૬)
ક્લીક કરો અને સાંભળોઃ
|