મહા ભયંકર એ મારગમાં
વિચરે મહાવીર સ્વામી
વિષ ભરીને વિષધર સૂતો ચંડકોશીયા નામે
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી
જાજો મા પ્રભુ પંથ વિકટ છે
ઝેરભર્યો એક નાગ નિકટ છે
હાથ જોડીને વિનવે વીરને લોક બધાં ભય પામી
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી
આવી ગંધ જ્યાં માનવ કેરી
ડંખ દીધો ત્યાં થઈને વેરી
હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામી
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી
દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે
ચંડકોશીયો આવ્યો શરણે
કૈંક સમજ તું કૈંક સમજ એમ કહે કરુણા આણી
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી
વેરથી વેર શમે નહિ જગમાં
પ્રેમથી પ્રેમ વધે જીવનમાં
પ્રેમધર્મનો પરિચય પામી નાગ રહ્યો શિર નામી
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી
ગીત-સંગીત-સ્વરઃ
શાંતિલાલ બી. શાહ (૧૯૫૧)
ક્લીક કરો અને સાંભળોઃ
|