[પાછળ]
ખુદા છે તો

ખુદા છે તો એને સ્મરી જોઈએ દુઆની યે કોશિશ કરી જોઈએ
એ સૂરજ બનીને  ભલે  વિસ્તરે  કોઈ વાર દર્પણ  ધરી જોઈએ

વહાણો ડૂબ્યાંની  ન ચિંતા કરો  ઊઠો તરણું લઈને તરી જોઈએ
વિકસવાની પ્રક્રિયા અટકી ગઈ ચલો  ડાળ પરથી ખરી જોઈએ

સમય પાછો થંભી ગયો દોસ્તો ફરી પાછી પ્યાલી ભરી જોઈએ
નિરસ થઈ રહ્યું જીવવાનું અહીં હવે  એક  દિવસ મરી  જોઈએ

રચનાઃ આદિલ મન્સુરી
સ્વરઃ સુધીર ઠાકર

ક્લીક કરો અને સાંભળોઃ 
[પાછળ]     [ટોચ]