[પાછળ]
સહેજ હસી લ્યો હોઠ

સહેજ  હસી  લ્યો   હોઠ  નેણ  નીરખી  લ્યો દુનિયા
સામે તીર ઝુકાવો સાજન
એ અણજાણ્યા તટે કોઈનાં મીટ માંડી બેઠાં લોચનીયા
 
આ થોડું દિલ દર્દ  થોડી જખ્મોની વસ્તી
ભૂલવતાં  ભુભ્રંગ  રંગની  દાહક  મસ્તી
દૂર દૂર સંભળાય  કોઈ  કંગન પૈંજનીયા
સહેજ  હસી  લ્યો   હોઠ  નેણ  નીરખી  લ્યો દુનિયા

આ સાવ અચાનક શોર બધાયે સંકેલાયાં
છિન્ન થઈ હે જીવ બધી મનમૃગની માયા
હળવી ફૂંકે હાય ખરી ચાલ્યાં તનમનીયા

સહેજ  હસી  લ્યો   હોઠ  નેણ  નીરખી  લ્યો દુનિયા
સામે તીર ઝુકાવો સાજન
એ અણજાણ્યા તટે કોઈનાં મીટ માંડી બેઠાં લોચનીયા

ગીતઃ હરીન્દ્ર દવે
સ્વર-સંગીતઃ દિલીપ ધોળકીયા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]