ચઢ્યાં અણમોલ કિશ્તી પર ચઢ્યાં અણમોલ કિશ્તી પર પવન તરફેણનો લીધો છતાં નાવિક મળ્યો એવો સમુંદર પાર ના કીધો હવે કહે છે કિનારામાં નથી રસકસ નથી મસ્તી લઈને નાવ ભંવરોમાં અમોને આશરો દીધો ઉપર નભ સિંધુઓ નીચે ખરાબા જન્મના ભીષણ વમળને ઘોર ચકરાવે અમારો પંથ ના સીધો ભર્યો રસ જે જનમ દરિયે પીવાયો ના તરસ લાગ્યે ‘નિરંજન’ મદ્ય પણ ખારો અનોખો આંખનો પીધો સ્વરઃ તલત મહેમૂદ (૧૯૫૨) ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર ક્લીક કરો અને સાંભળોઃ
|