[પાછળ]
ઓ રાત! દોડે કાં બાવરી?

ઓ રાત! દોડે કાં બાવરી? બાવરી, અધીરી, અલિ ઓ, રાત! દોડે કાં બાવરી? તારી રે હૂંફમાં હૈયું હિલોળતી સોનેરી સોણલાં ખોળે હું ખોળતી ઊભી રહે તો કહું જરા મનડાંની વાત ઓ રાત! દોડે કાં બાવરી? બાવરી, અધીરી, અલિ ઓ, રાત! દોડે કાં બાવરી? આવા ઉતાવળાં પગલાં જો પાડશે અરધી નિંદરે નાથને જગાડશે લેવા દેને સેવા કેરી પલ કેરો સાથ ઓ રાત! દોડે કાં બાવરી? બાવરી, અધીરી, અલિ ઓ, રાત! દોડે કાં બાવરી?

સ્વરઃ લતા મંગેશકર ગીતઃ ભાસ્કર વોરા સંગીતઃ દિલીપ ધોળકીયા ચિત્રપટઃ સત્યવાન સાવિત્રી (૧૯૬૩) ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]