[પાછળ]
એક બાજુ ધોતી

એક બાજુ  ધોતી  અને  બીજી બાજુ  સાડી
હળીમળીને સાથે રહે  તો  દોડે  જીવનગાડી
ડગડગ  ડગ ડગ   ડગડગ  ડગ  ડગ   ડગ

એક બાજુ  ધોતી  અને  બીજી બાજુ  સાડી
હળીમળીને સાથે રહે  તો  દોડે  જીવનગાડી
ડગડગ  ડગ ડગ   ડગડગ  ડગ  ડગ   ડગ

જીવનરથના બે ચક્રો છે એક નર ને એક નાર
બેના  સંપે  જંપે  દોડે  અગાડી  આ  સંસાર

સીતા    અને   રામ,   રાધા   અને   શ્યામ
કમલા  નહેરુ,  કસ્તુરબા  ને  ગાંધીજીનું કામ

મળે  દૂધમાં સાખર  ખીલે  જીવન  કેરી વાડી
ડગડગ    ડગ ડગ       ડગડગ    ડગ  ડગ 

હળીમળીને સાથે રહે  તો  દોડે  જીવનગાડી
ડગડગ  ડગ ડગ   ડગડગ  ડગ  ડગ   ડગ

એક બાજુ  ધોતી  અને  બીજી બાજુ  સાડી
હળીમળીને સાથે રહે  તો  દોડે  જીવનગાડી
ડગડગ  ડગ ડગ   ડગડગ  ડગ  ડગ   ડગ

વર ને વહુ જો સંપી રહે તો દેશે ઘર અજવાળી
ઘર દીવડીની જ્યોતે જન્મે  પા પા પગલીવાળી

મમ્મી   અને   પપ્પા,   પપ્પા  અને  મમ્મી
પાપા પગલી ભરતાં દોડે બોલી બોલે કાલી

ટા ટા.... ટ...ટ   ટા ટા.... ટ...ટ
ટા ટા.... ટ...ટ   ટા ટા.... ટ...ટ

સ્વરઃ મહમદ રફી અને સુમન કલ્યાણપુર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ઘરદીવડી (૧૯૬૧)

ક્લીક કરો અને સાંભળોઃ

(નોંધઃ જાણીતા ફિલ્મ ઈતિહાસકાર
શ્રી હરીશ રઘુવંશીના સંશોધન પ્રમાણે
મહમદ રફીએ ગાયેલું આ પ્રથમ
ગુજરાતી ફિલ્મ-ગીત છે.)
[પાછળ]     [ટોચ]