[પાછળ]
એક સવાલે સાજન

એક   સવાલે  સાજન   હારી   ગયો
બોલી   શક્યો    ના    કાંઈ    બોલ
એક   સવાલે  સાજન   હારી   ગયો

પૂછતાં પૂછાઈ ગઈ  એક એવી વાતડી
વાતના  વિચારમાં  વીતી  ગઈ રાતડી
મૌનમાં  રહીને  તનમન  વારી   ગયો
બોલી   શક્યો    ના    કાંઈ    બોલ
એક   સવાલે  સાજન   હારી   ગયો

પ્રશ્નમાં  પૂરીને  જીવન  સંસાર  ખેલ્યો
તોય મારા અંતરિયે  રહ્યો અણઉકેલ્યો
હૈયાની        નૈયા          ડામાડોળ
એક   સવાલે  સાજન   હારી   ગયો

સહજ  સવાલ મારો  કર્યો'તો જરામાં
ચાલી ગયો  એ  મુજને મૂકી નીંદરામાં
આખરે  જવાબ  ખોટો   ધારી   ગયો
બોલી   શક્યો    ના    કાંઈ    બોલ
એક   સવાલે  સાજન   હારી   ગયો

સ્વરઃ રાજુલ મહેતા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]