[પાછળ]
ફાગણ આયો રી

ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી
સખી   હૂઈ   મૈં    તો   લાલગુલાલ

તન  રંગ ગયો  મન  રંગ ગયો
લાલ કૈસો મોંપે ડારોજી ગુલાલ

ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી
સખી   હૂઈ   મૈં    તો   લાલગુલાલ

સાદ  કરે  સુર  મહુવરના  હાલને  ગોરી  ખેલન  હોરી
પ્રીતગલી ઉનમાન વિવેરી વેરણછેરણ વેરણછેરણ વહાલ

ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી
સખી   હૂઈ   મૈં    તો   લાલગુલાલ

તનડો ભીંગે  ને  મનડાં કોરા  ફટ કે આયે મનના પોરા
એક ગંગાથી જો અખિયાં લાગે તો આયખું આખું ન્યાલ

ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી
સખી   હૂઈ   મૈં    તો   લાલગુલાલ

આજ જોબનિયું રંગ નીચોડે ચૂંદલડી ને પાઘ ઝબોળે
કાન કાળો  ને રાધા ગોરી  હૂઈ  પિયા લાલમ  લાલ

ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી
સખી   હૂઈ   મૈં    તો   લાલગુલાલ

સ્વરઃ ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ભાઈબંધી (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]