[પાછળ]
આ જિંદગીનું ચકડોળ

આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે
ઓ દિલમાં રહેનારી મને ભૂલી ના જાજે

ઓ ફેર ફૂદરડી મને ફેરવનારા જોજે
દિલમાં રાખીને વહાલા છોડી ન જાજે

ઊંચી ઊંચી આ પહાડી આજ તને કંઈ કહેશે
દિલના ઊંચા પ્રેમશિખર પર પ્રીતમ છાયો રહેશે

આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે

વહેતા ઝરણાં કલબલ કરતાં ગીત મધુરાં છેડે
જોને એ સાગરને મળવા હરણની ઝડપે દોડે

આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે

લીલીછમ વનની વનરાજી નવાં ઓઢણાં ઓઢે
જોને ઘેલો એનો પ્રીતમ એની સોડમાં પોઢે

આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે

સાગર જોને મસ્ત બનીને મોજાં કેવાં ઉછાળે
પ્રણયઘેલો જોને કિનારો જેવો મારગ કાઢે

આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે

માદક ખુશબૂ લઈને વાયુ મીઠો વીંઝણો ઢોળે
ગુલબંકાવલી મોગરો ચંપો જોને ખુશબૂ વેરે

આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે

ઓ દિલમાં રહેનારી મને ભૂલી ના જાજે
તું દિલમાં રાખીને વહાલા છોડી ન જાજે

આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે

સ્વરઃ શૈલેન્દ્રસિંઘ અને આશા ભોસલે
ગીતઃ વસંતકુમાર પટેલ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ચિત્રપટઃ રખવાળાં મારે ઘનશ્યામનાં (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]