[પાછળ]
વહાલી તને આજ

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે? તું છે! વહાલાના હૈયામાં હું છું તો નૈનોમાં શું છે? તું છે! હું છું તારો પોપટ ને તું છે મારી મેના લાગી ગયા દિલડાથી દિલ આજ બેના એ મેનામાં મનગમતો પોપટ તો પોપટમાં શું છે? તું છે! વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે? તું છે! હું છું તારી ગાડી ને તું ગાડીનો ટટ્ટુ તું છે મારી બજર હું બજરનો બટ્ટુ તો ગાડીનો ટટ્ટુ બજરબટ્ટુ તો ટટ્ટુમાં શુ છે? તું છે! વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે? તું છે! હૈયું છે મોંઘું કે નથી સાવ સસ્તું હૈયું નથી કોઈ રસ્તાની વસ્તુ કે હૈયું નથી રસ્તાની વસ્તુ તો વસ્તુમાં શું છે? તું છે! વહાલાના હૈયામાં હું છું તો નૈનોમાં શું છે? તું છે! વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?

સ્વરઃ મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ વીરપસલી (૧૯૭૯) ક્લીક કરો અને સાંભળોઃ

ફિલ્મ ‘વીરપસલી’ જેના પરથી ઉતારવામાં આવી હતી તે નાટક ‘વીરપસલી’ માટે કવિ પરમાણંદ ત્રાપજકરે લખેલા સંવાદો અને ગીતો તે સમયમાં ભારે લોકપ્રિય થયા હતા.

ક્લીક કરો અને સાંભળો
જૂની રંગભૂમિના નાટક ‘વીરપસલી’નું ગીત
‘પ્રેમીને પ્રેમી કોઈ પૂછે’

સ્વરઃ વત્સલા અને ભોગીલાલ
ગીતઃ કવિ પરમાણંદ મણીશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
સંગીતઃ માસ્ટર મોહન જુનિયર
નાટકઃ વીરપસલી (લક્ષ્મીકાન્ત નાટક સમાજ)


[પાછળ]     [ટોચ]