આતમ ચઢવાં ઊંચા ચઢાણ આતમ ચઢવાં ઊંચા ચઢાણ ઘોર અંધારા ઘટમાં લઈને પગપાળાં પરિયાણ આતમ ચઢવાં ઊંચા ચઢાણ આતમ ચઢવાં ઊંચા ચઢાણ ડહોળાં જળમાં ડૂબકી દીધી લેવાં મોતીની લહાણ સાત સમંદર સફરો કીધી વમળે ચઢે ના જોજે વહાણ આતમ ચઢવાં ઊંચા ચઢાણ ડાબે મારગ દાવાનળ ને જમણે ચોરાસીની ખાણ પગલું નટના દોરની માથે જાવું છે નિરવાણ આતમ ચઢવાં ઊંચા ચઢાણ આતમ ચઢવાં ઊંચા ચઢાણ સ્વરઃ સુમન કલ્યાણપુર રચનાઃ કવિ દાદ સંગીતઃ કાંતિ સોનછત્રા ચિત્રપટઃ લાખા લોયણ (૧૯૭૫) ક્લીક કરો અને સાંભળોઃ
|