હરિ મારે હાથે છે
હરિ મારે હાથે છે દોરો અને ચામ
પણ મારે રચવાં છે શાલિગરામ
મારી ખાલની રે તારી
મોજડી બનાવું વાલા
મોજડી બનાવું વાલા
એ જી તારાં પગમાં પેરાવું મારા શ્યામ
કે મારે રચવાં છે શાલિગરામ
શેષના ઓશિંગણવાળા
થાજે ના સૂગાળવો
થાજે ના સૂગાળવો
એ જી પ્રભુ ધૂળથી ભર્યાં છે મારા ધામ
કે મારે રચવાં છે શાલિગરામ
સોનાના સિંઘાસણવાળા
હે ગરુડગામી, હે ગરુડગામી
એ જી ઘરને ઓટલે બિરાજો ઘનશ્યામ
કે મારે રચવાં છે શાલિગરામ
સ્વરઃ મુગટલાલ જોશી
રચનાઃ કવિ દાદ
સંગીતઃ સી. અર્જુન
ચિત્રપટઃ સંત રોહીદાસ (૧૯૮૨)
ક્લીક કરો અને સાંભળોઃ
|