મંદિર ઊઘાડાં ને
હજાર હાથવાળા... હજાર હાથવાળા...
હજાર હાથવાળા...
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા...
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા...
કોઈનાં ભંડાર ભરેલા કોઈનાં ઠામ ઠાલાં
હજાર હાથવાળા...
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા...
તરણાં ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં ક્યાંય ના વર્તાયો
ઠેર ઠેર વેરઝેર થાતાં કામ કાળાં
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા...
સતની ચાલે સાથે એને દુઃખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે
સાંઈ તો ન પામે પાઈ દંભીને દુશાળા
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા...
નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પૂજારી કોઈ લઈ લ્યો રે ભગવાન
નિર્ધનને ધન દેજે ભગવંત મોટી પૂંજીવાળા
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા...
હજાર હાથવાળા...
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા...
સ્વરઃ ભૂપિન્દર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ માનું મંગળસૂત્ર (૧૯૮૫)
ક્લીક કરો અને સાંભળોઃ
|