[પાછળ]
તમે આવો કે ન આવો

તમે આવો  કે  ન  આવો  તમારી  યાદ આવે છે
દિવસ ને રાત  એ મુજને  જુઓ  કેવી સતાવે છે

અમાવસ જેવી લાગે છે પૂનમની રાત પણ આજે
આ શીતળ ચાંદની  મુજને  જુઓ કેવી તપાવે છે

તમે આવો  કે  ન  આવો  તમારી  યાદ આવે છે

કદી છો  દૂર મારાથી  કદી મારી જ  ભીતર છો
તમારી ચાહ આ દિલને  જુઓ  કેવી  ફસાવે છે

તમે આવો  કે  ન  આવો  તમારી  યાદ આવે છે 

સ્વરઃ શિલ્પા પૈ
ગીત-સંગીતઃ દીપક ગણાત્રા ‘સાથી’

ક્લીક કરો અને સાંભળોઃ
 
[પાછળ]     [ટોચ]