કેવાં કેવાં ઘાટ કર્યાં
વ્હાલાજીએ મારી કાયાની નગરીમાં
કેવાં કેવાં ઘાટ કર્યાં
હાડચામના પીંજર માથે ચમકદાર બહુ રંગ ભર્યાં
કેવાં કેવાં ઘાટ કર્યાં, કેવાં કેવાં ઘાટ કર્યાં
નાભિકમળ ને હૃદયસરોવર અમૃત કેરાં કૂપ ભર્યાં
નેણરૂપી બે માછલીઉં ઈ નટખટ નર્યાં રે નખરાં
કેવાં કેવાં ઘાટ કર્યાં, કેવાં કેવાં ઘાટ કર્યાં
એ... કંઠની ડાળે કોયલ બોલે શબદોનાં મોતીડાં ખર્યાં
આ મનભમરલા ગુંજ્યા કરે ઈ ગુલાબી દેહતણાં ગજરા
કેવાં કેવાં ઘાટ કર્યાં, કેવાં કેવાં ઘાટ કર્યાં
માટી કેરાં પુતળાં માથે ચિતરામણ કેવાં ચિતર્યાં તેં
ચિતરામણ કેવાં ચિતર્યાં
નાથ તારે આ નમણે નજરાણે એ કાળજે ઊંડા ઘાવ કર્યાં
કેવાં કેવાં ઘાટ કર્યાં, કેવાં કેવાં ઘાટ કર્યાં
સ્વરઃ દમયંતી બારડાઈ અને નિરંજન પંડ્યા
ગીતઃ કવિ દાદ
સંગીતઃ સી. અર્જુન
ચિત્રપટઃ સંત તુલસીદાસ (૧૯૮૪)
ક્લીક કરો અને સાંભળોઃ
|