દોલતની દુનિયાવાળાં ઓ ઊંચી મહેલાતે રહેનારા ધરતી પર પગ તો મૂકી જૂઓ ઊંચે માથે ફરનારા અભિમાન મૂકી જરી ઝૂકી જૂઓ શું જાણે.... શું જાણે.... શું જાણે.... દોલતની દુનિયાવાળાં મ્હોબતની લિજ્જત શું જાણે? ઊંચે આકાશે વસનારાં ધરતીની કિમ્મત શું જાણે? ખુદ બગડેલી મોટર છો તો કોઈ મિકેનિક બોલાવો નહિતર નાક ઘસીને મારા ગાડામાં હાલ્યાં આવો જે રાજા થઈને બેઠેલાં રૈયતની ખિદમત શું જાણે? દોલતની દુનિયાવાળા મ્હોબતની લિજ્જત શું જાણે? પરસેવો પાડી કિસાનો ખેતરનું વાવેતર કરતાં મૂડીવાદીઓ કાળી ધોળી મૂડી સંતાડીને ફરતાં જેણે આંસુ કદીએ જોયા નથી આંસુની મિલકત શું જાણે? દોલતની દુનિયાવાળા મ્હોબતની લિજ્જત શું જાણે? તમે લાગો છો રૂપાળા તમે લાગો છો નખરાળા છો વિફરેલી વાઘણ જેવા પણ અંદર છો સુંવાળા પણ મારા જેવા ગરીબને એક નારી નફ્ફટ શું જાણે? દોલતની દુનિયાવાળા મ્હોબતની લિજ્જત શું જાણે? સ્વરઃ મહેન્દ્ર કપૂર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ વાવાઝોડું (૧૯૮૪) ક્લીક કરો અને સાંભળોઃ
|