[પાછળ]
એક મારું બેડલું ખાલીખમ

જળે રે ભર્યું સરવરિયું ચોગરદમ રે એક મારું બેડલું ખાલીખમ હે ભરું ભરું ને ઠલવાય મારી ગાગરડી એ મારી આવનારી નણંદીના સમ રે એક મારું બેડલું ખાલીખમ જળે રે ભર્યું નીરે રે ભર્યું પાણીડે ભર્યું સરવરિયું ચોગરદમ રે એક મારું બેડલું ખાલીખમ સોનાનું બેડલું ને મોતીની ઈંઢોણી છાનીમાની પનઘટ ભરવા હું પાણી હે કેટલીયે ચંપાતા ચરણોએ ચાલું તોયે ઝાંઝર મારું છનકી ઉઠે છમ્મ રે એક મારું બેડલું ખાલીખમ જળે રે ભર્યું નીરે રે ભર્યું પાણીડે ભર્યું સરવરિયું ચોગરદમ રે એક મારું બેડલું ખાલીખમ બેડલું મારું નવા રે નગરથી આવ્યું બેડલું મારી માવડીએ મંગાવ્યું ગાગરડીનો એવો રે ઘડાયો ઘાટ પડી રે એમાં મેના ને પોપટની ભાત હે હેલ માથે મૂકી ને છેલ ચાલ ચાલું ત્યારે ધરતી થાયે ધમ ધમ રે એક મારું બેડલું ખાલીખમ જળે રે ભર્યું નીરે રે ભર્યું પાણીડે ભર્યું સરવરિયું ચોગરદમ રે એક મારું બેડલું ખાલીખમ

સ્વરઃ નીના મહેતા ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ (૧૯૭૫) ક્લીક કરો અને સાંભળોઃ [આ સુંદર ગીત પૂરું પાડવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.]
[પાછળ]     [ટોચ]