વાત નહિ જાણે મારા મનની પિયા કાજળ આંજ્યું નૈનમાં મેંદી રંગ્યા હાથ ઝાંઝર જોડી ઉતારીને મૂકી કંકણ સાથ સાજન આવી ને ગયાં જોયું નહિ મુજ પાસ ઝરમર ધારા વહી ગઈ વિત્યો શ્રાવણ માસ વાત નહિ જાણે મારા મનની પિયા ભરી વણબોલી વાણી અકળાયે રે જીયા વાત નહિ જાણે મારા મનની પિયા કાગા જઈ સમજાવજે કાચો આ જ હિસાબ જીવનને પાને લખ્યું ક્યાં તોટો ક્યાં લાભ થોડાં ધનની ચાકરી લઈ લીધી પરદેશ લાખેણાં યૌવનતણો મોલ નહિ લવલેશ ભરી વણબોલી વાણી અકળાયે રે જીયા વાત નહિ જાણે મારા મનની પિયા સ્વરઃ કૌમુદી મુનશી ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર ક્લીક કરો અને સાંભળોઃ
|