[પાછળ]

ખરાં છો તમે!


ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું
બે  જુદાં  શિર  છે  પરંતુ  એક તન  છે આપણું
વર્તુલો  રચવા  લગીની   છે   જુદાઈની   વ્યથા
કાર્ય પૂરું  થઈ  જતાં  સ્થાયી મિલન  છે આપણું
- શૂન્ય પાલનપુરી

*

ઘડીમાં  રીસાવું?   ખરાં છો તમે!
ઘડીમાં  મનાવું!    ખરાં  છો તમે!

હજી આવી બેઠાં   ને ઊભાં થયાં!
અમારાથી આવું?  ખરાં  છો તમે!

ન પૂછો  કશું  યે,   ન  બોલો કશું.
અમસ્તા  મુંઝાવું!   ખરાં છો તમે!

ન આવો છો મળવા ન ઘરમાં રહો,
અમારે ક્યાં  જાવું? ખરાં છો તમે!

હતી   ભાગ્યરેખા, ભુંસાઈ  ગઈ!
નવી ક્યાંથી લાવું? ખરાં છો તમે!

સ્વરઃ પંકજ ઉધાસ
રચનાઃ કૈલાસ પંડિત

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]